અમદાવાદ : શહેરમાં મ્યુનિ.એ 20 મિનિટ માટે સેટ કરી શકાય તેવી કીટથી ટેસ્ટની માત્રા ઝડપી બનાવી છે. તેને કારણે આગામી કેટલાક દિવસોમાં કેસની વધુ સંખ્યા આવવાની શક્યતા વર્તાઇ રહી છે. શહેરમાં હવે ટેસ્ટની માત્રા ઝડપી થતા કેસમાં વધારો થઇ શકે છે.
નવા 14 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સાથે શહેરમાં હાલ 46 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન - Containment zone
અમદાવાદમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં હાલમાં 46 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. તેમાં વધુ 14 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે.
અમદાવાદ
નવા 14 વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર
- મીરા વાસ, ભરડીયા વાસ, શાહપુર
- સીમા પાર્ક ઓઢવ
- યમુના નગર નરોડા
- તીર્થ નગર એક ઘર નંબર ૪૧ ૪૨ ૪૩ થલતેજ
- સૌંદર્ય એપાર્ટમેન્ટ ઘાટલોડિયા બ્લોક T Q L
- ગેઝેટેડ કોલોની ઘાટલોડિયા ઘર નંબર 1 થી 12
- મૃદુલ પાર્ક 2 થલતેજ ઘર નંબર 1 થી 16 17 થી ૨૭
- હર્ષિદા બાગ ઘાટલોડિયા ઘર નંબર 38 થી 50
- વાસુદેવ બંગલો જશોદાનગર ઘર નંબર છ થી 11
- c block કર્ણાવતી એપાર્ટમેન્ટ મણીનગર
- બ્લોક A B અશ્વલેખા ફ્લેટ વેજલપુર
- જનતા માર્કેટ વેજલપુર
- એચ બ્લોક, કનકલા,જોધપુર
- જનતાનગર ચાંદખેડા નંબર 661 ની ગલી