ગુજરાત

gujarat

ETV Bharat / state

અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું - અદાણી વિલ્મર

એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે તેની આવશ્યક ચીજો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઑનલાઈન ફૂડ એગ્રીગેટર સ્વિગી સાથે જોડાણ કર્યું છે. આ ટાઈઅપનો હેતુ દેશવ્યાપી લૉક ડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ ઘેરઘેર પહોંચાડવાનો છે.

અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું
અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું

By

Published : Apr 11, 2020, 2:18 PM IST

અમદાવાદઃ અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લિક જણાવે છે કે હાલમાં ચાલી રહેલા લૉક ડાઉનને કારણે લોજિસ્ટીક્સ અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. હાલનું લૉક ડાઉન તા. 14 એપ્રિલે ખતમ થશે, જયારે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેવી કોઈ સ્પષ્ટતા નથી. સ્વિગી સાથે અમારૂ જોડાણ કરવાનો ઉદ્દેશ એ છે કે અમારા ગ્રાહકો અમારાં ઉત્પાદનોની સમગ્ર શ્રેણી ઘરની બહાર નીકળ્યા વગર અને પોતાની જાતને કોરોના વાયરસના જોખમમાં મૂક્યાં વગર મેળવી શકે.

અદાણી વિલ્મરે આવશ્યક ચીજોના વિતરણ માટે સ્વિગી સાથે જોડાણ કર્યું
સ્વિગી મારફતે ફોર્ચ્યૂન રેન્જની પ્રોડકટસની ડિલિવરી સ્વિગીના લોકો મારફતે આગામી સપ્તાહે લખનઉ અને કાનપુરમાં શરૂ થવાની શકયતા છે. અદાણી વિલ્મર આ સુવિધા દિલ્હી, ગુરગાંવ, મુંબઈ, ચેન્નાઈ, પૂણે, હૈદ્રાબાદ, બેંગલોર સહિતનાં અન્ય 13 શહેરોમાં વિસ્તારવાનો ઉદ્દેશ ધરાવે છે.મલ્લિકે વધુમાં જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે સ્વિગી મારફતે સરળતાથી થતી ડિલીવરી અને અમારી પ્રોડકટસની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે ગ્રાહકો આ સર્વિસને સારી રીતે આવકારશે.અદાણી વિલ્મર સ્પેશ્યલ કોમ્બો પેક લાવી રહ્યુ છે, સ્વિગી મારફતે ડિલિવરી માટે દરેક પેકમાં ચારથી પાંચ પ્રોડકટસનો સમાવેશ કરાશે. આ કોમ્બો પેક પ્રાદેશિક પસંદગી અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગ્રાહકોની પ્રાદેશિક અગ્રતા મુજબ તેમજ ગ્રાહકોના પ્રતિભાવને આધારે તથા બજારની સમજ મુજબ તેમાં ફેરફાર કરવામાં આવશે.ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં ફોર્ચ્યૂન પ્રોડકટસ ઉપલબ્ધ બનતાં તેને તરત જ સ્વિગી એપ ઉપર એક્ટિવેટ કરવામાં આવશે. ઓર્ડર કરાયાં પછી, ડિલિવરી એકઝિક્યુટિવ સ્વિગીના સ્ટોક પોઈન્ટમાંથી લઈ જઈને ગ્રાહકને ત્યાં 24 કલાકની અંદર પહોંચાડી દેશે.પિકઅપ અને ડિલિવરીની પ્રક્રિયા દરમ્યાન હેન્ડ સેનેટાઈઝર, ફેસ માસ્કસ, હેન્ડ ગ્લોવઝનો ઉપયોગ કરવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ઓછામાં ઓછો માનવસ્પર્શ થાય તેવી આવશ્યક સાવચેતીઓનું ચુસ્તપણે ધ્યાન રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details