ગુજરાત

gujarat

ETV Bharat / state

Adani Foundation Day : 2023ના ક્રિકેટ વિશ્વ કપ માટે જીતેંગે હમના નારા સાથે અદાણીએ આરંભ્યું અભિયાન - jitenge ham Slogan campaign Adani Foundation

અદાણી ફાઉન્ડેશને 2023ના ક્રિકેટ વિશ્વ કપ માટે અભિયાન આરંભ્યું છે. ક્રિકેટ ચાહકોના ઉત્સાહ કરવા 1983 વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વીઓને પ્રોત્સાહક સમર્થન આપ્યું છે. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર અદાણીએ ક્રિકેટને લઈને જીતેંગે હમનું આહવાન કર્યું છે.

Adani Foundation Day : 2023ના ક્રિકેટ વિશ્વ કપ માટે જીતેંગે હમના નારા સાથે અદાણીએ આરંભ્યું અભિયાન
Adani Foundation Day : 2023ના ક્રિકેટ વિશ્વ કપ માટે જીતેંગે હમના નારા સાથે અદાણીએ આરંભ્યું અભિયાન

By

Published : Jun 24, 2023, 10:02 PM IST

અમદાવાદ: અદાણી ડે પ્રસંગે અદાણી ગ્રૂપે જીતેંગે હમ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે 1983ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે. જેમાં તેઓએ આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-2023 માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે.

યશસ્વીઓને પ્રોત્સાહક સમર્થન આપ્યું

જીતેંગે હમના બુલંદ નારા : ભારતના ઐતિહાસિક વિજયની 40મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કર્યો છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો સાથે અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરૂઆત કરવામાં આવી છે. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર જીતેંગે હમના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

આપણા દેશમાં ક્રિકેટ એ સહુને એક તાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે. જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથારૂપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનું ઘડતર કરવામાં આવે છે. ટીમ ઇન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા. જે આપણને 1983માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા. - ગૌતમ અદાણી (અદાણી ગ્રુપના ચેરમેન)

કપિલ દેવે શું કહ્યું : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાતા અમે સન્માનિત છીએ. એવી લાગણી વ્યક્ત કરતા કપિલ દેવે કહ્યું હતું કે, આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતીક છે. જેણે અમને 1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગી શ્રેષ્ઠ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે. એમ કપિલ દેવે કહ્યું હતું.

જીતેંગે હમનું આહવાન કર્યું

અકલ્પનીય સફર : કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઇતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ.

અમૂલ્ય ભેટ :અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હૃદયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની કપિલ દેવે ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું. આ અમૂલ્ય ભેટ બહુ પ્રતિક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે.

ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ : આ અભિયાનના ભાગરૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે. જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃદ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે.

  1. Ahmedabad Protest: અદાણીના ટેક્સ બાબતે કોર્પોરેશનના બજેટ સત્રમાં ભારે હંગામો
  2. Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માતમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના શિક્ષણની જવાબદારી અદાણી ગ્રુપ લેશે

ABOUT THE AUTHOR

...view details