અમદાવાદઃ જાણીતા અભિનેત્રી ભાવિની જાનીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આપ જાણો છે કે, એક મહિનાથી બધા લૉકડાઉનમાં છો. તમે બધા મુરઝાઈ ગયા છો. કંટાળી ગયા છો, બહુ બહાર ફર્યા, હવે ભગવાને તમને ઘરેમાં રહેવાનો મોકો આપ્યો છે. જે ઘર તમે ખૂબ મહેનત કરીને બનાવ્યું છે, તે ઘરમાં અત્યારે કંટાળો આવે છે. ડિસ્ટર્બ થઈ ગયા છીએ, બાળકો અને પરિવાર સાથે સમય ગાળો. ખૂબ આનંદ આવશે. આપણે બહાર રહીને પર્યાવરણ, ઝાડ, છોડ વિગેરેને પ્રદુષણને કારણે નુકસાન પહોંચાડયું છે. હાલ તમે જુઓ લૉકડાઉનના સમયમાં પ્રદુષણ ઘટ્યું છે. અને ઝાડ અને છોડ લીલાછમ બની ગયા છે.
અભિનેત્રી ભાવિની જાનીનો સંદેશઃ કોઈને હેલ્પ કરો, સારી રીતે જીવો અને મઝાથી જીવો - ભાવિની જાનીનો સંદેશઃ કોઈને હેલ્પ કરો, સારી રીતે જીવો અને મઝાથી જીવો
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે, અને ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં 3 મે સુધી લૉકડાઉન તો છે જ, પણ અમદાવાદ, સૂરત અને રાજકોટમાં હોટ સ્પોટ વિસ્તાર રેડ ઝોનમાં કરફ્યૂ પણ નાંખવામાં આવ્યો છે. કોરોનાથી ગુજરાતવાસીઓ ડરી ગયા છે. આ સંજોગોમાં ગુજરાત ફિલ્મો અને ટીવી સીરીયલ વરિષ્ઠ અભિનેત્રી ભાવિની જાની આપણને સંદેશ આપી રહ્યા છે, આવો જોઈએ તેમનો વીડિયો....
ભાવિની જાનીનો સંદેશઃ કોઈને હેલ્પ કરો, સારી રીતે જીવો અને મઝાથી જીવો
ભાવિની જાનીએ કહ્યું હતું કે, તમે તમારી જાત સાથે સમય ગાળો, તો તમને ખબર પડશે કે તમે કેટલો કચરો ભેગો કર્યો છે, તેને બહાર કાઢવાનો સમય મળ્યો છે. તમારી જાતને ઓળખો, શોધો અને ચોખ્ખુચણાક કરી દો. અને સારા માણસ બનો, કોઈને હેલ્પ કરો. અત્યારે સુધી આપણે સેલ્ફિશ થઈ ગયા હતા, હવે આપણને ખબર પડી કે બીજો લોકોને પણ આપી જરૂરિયાત છે. એટલા માટે ભગવાને આપણને આ દુનિયામાં મોકલ્યા છે. આ આપણને તક મળી છે, તે રીતે હવે સારી રીતે જીવવું છે, અને બીજાને કામમાં આવીએ, અને મઝાથી જીવીએ.