ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત એરપોર્ટ પાસે આવેલી 79 ઈમારતો વિરૂધ કાર્યવાહી કરાશે - ઈમારતો વિરૂધ કાર્યવાહી

રાજ્યના બીજા સૌથી વ્યસ્ત ગણાતા સુરત એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધું હોવાથી દુર્ધટનાની શક્યતાને પગલે હાઈકોર્ટના આદેશ બાદ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા રજૂ કરવામાં આવેલા સોંગદનામા પ્રમાણે એરપોર્ટ પાસે આવેલી 50 જેટલી બિલ્ડિંગોને નોટીસ આપવામાં આવી છે જ્યારે અન્ય ઈમારોતોને નિયમો વિરૂધની હોવાનું જણાવી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધું સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

etv bharat
etv bharat

By

Published : Mar 2, 2020, 11:05 PM IST

ગાંધીનગર: હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં પ્રમાણે એરપોર્ટ પાસે આવેલી 50 જેટલી બિલ્ડિંગને નોટીસ આપવામાં આવી છે. જ્યારે 29 જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગ નિયમો વિરૂધ હોવાથી તેમને જાણ કરાઈ છે અને અગામી બે દિવસમાં તેમની વિરૂધ કાર્યવાહી કરવામાં આવશે તેવી DGCA દ્વારા સપષ્ટતા કરવામાં આવી છે. અગાઉ હાઈકોર્ટે સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને બે મહિનામાં યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે સુરત એરપોર્ટ પાસે આવેલી ઈમારતોની ઉંચાઈ નિયત કરતા વધુ કઈ રીતે હોઈ શકે એ મુદે પણ એરપોર્ટ સતાધિશો પાસેથી ખુલાસો માંગ્યો હતો.

સુરત એરપોર્ટ

એરપોર્ટની આસપાસ નિયત કરતા વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડિંગ કે બાંધકામને લીધે ટેક-ઓફ કે લેન્ડ કરતી વખતે અકસ્માતનો ભય રહે છે. આ અંગે સર્વે કર્યા બાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે 41 જેટલી સોસાયટીને નોટિસ આપવામાં આવી હતી પરતું સાત મહિના વીતી ગયા છતાં કોઈ જ પગલા લેવાયા નથી. બિલ્ડિંગની ઉંચાઈ માપદંડ પ્રમાણે છે કે, નહીં તેની પણ કોઈ ખાસ નોંધ કે માહિતી રાખવામાં આવી ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details