અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 10 દિવસથી જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેમ ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા પણ સુમશાન જોવા મળી રહ્યા છે. આગામી 5 દિવસ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે AMC દ્વારા એક્શન પ્લાન અમલમાં મુકવામા આવ્યો છે.
"ગરમી ને હિટ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આવનાર દિવસમાં 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. જેના કારણે હિટવેવ રહેવાની શક્યતા રહેલી છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત AMCએ શહેરના નાગરિકો બપોરના 12 થી 4 સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી પરબ પણ શરૂ કરવામાં આવી છે".ડો.ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી)
સેવન કરવા માટે સૂચનાઓ:આગામી તારીખ 10 થી 14 મેના રોજ શહેરમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હોવાને કારણે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 તારીખે 43 ડિગ્રી 11 તારીખે 44 ડીગ્રી, 12 તારીખે 44 ડીગ્રી, 13 તારીખે 43 ડીગ્રી, 24 તારીખે 43 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ સ્ટેશન ઉપર ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરની જનતાને પણ ગરમીમાં શક્ય હોય તેટલું પ્રવાહીનું સેવન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો |