અમદાવાદ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આપેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસમાં હતી. તે દરમિયાન અપહરણ તેમજ દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી મુખારામ મૂર્ખે મુખીયા શિવનારાયણ ગુર્જર જે રાજસ્થાનનો હોય તેને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ગામ ખાતેથી પકડી લાવી તેની પૂછપરછ કરવામાં આવતા જુના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
Ahmedabad Crime News: મહિલાના મોઢે રૂમાલ બાંધી અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી 11 વર્ષે ઝડપાયો, જાણો સમગ્ર મામલો - handkerchief on her face was arrested for 11 years
11 વર્ષ પહેલા અમદાવાદમાં નોંધાયેલા દુષ્કર્મનાં ગુનામાં સામેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ એક મહિલાના મોઢા ઉપર રૂમાલ બાંધી અપહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારી છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો હતો. સાબરકાંઠા જિલ્લાના નિકોડા ગામ ખાતે આરોપી હાજર હોય જેની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.
Published : Aug 23, 2023, 9:14 AM IST
મહિલાના મોઢે રૂમાલ બાંધી કર્યો બળાત્કાર:આરોપી વર્ષ 2007 થી જીવીબા પાર્ટી પ્લોટ પાસે સીટીએમ ચાર રસ્તા ખાતે આવેલ જિનેન્દ્ર સળિયાના ગોડાઉન ખાતે ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. તે દરમિયાન તેનો ભાઈ પણ તેની સાથે કામ કરવા આવ્યો હતો, આ દરમિયાન જીવીબા પાર્ટી પ્લોટ ખાતે ફરિયાદી તેમના પરિવાર સાથે રહેવા માટે આવ્યા હતા અને પાર્ટી પ્લોટમાં કામ કરતા હતા. બીજી માર્ચ 2012 ના રોજ રાત્રિના સમયે ફરિયાદી પાર્ટી પ્લોટમાં બહારના ભાગે સુતા હોય ત્યારબાદ મોડી રાત્રીના આરોપી તેમજ તેનો ભાઈ તેમજ અન્ય એક વ્યક્તિએ ફરિયાદી મહિલાનું મોઢું રૂમાલથી બાંધી ફરિયાદીને ઉપાડી પાર્ટી પ્લોટમાં આવેલ રૂમમાં લઈ જઈ આરોપી મુખારામ ગુર્જરે ફરિયાદી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.
બળાત્કાર ગુજારનાર આરોપી 11 વર્ષે ઝડપાયો:તે દરમિયાન ભોગ બનનારના પતિ આવી જતા તમામ આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે ફરિયાદીએ તેઓના પતિને જાણ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે આરોપીને જાણ થતા તે તેના વતન ખાતે ભાગી ગયો હતો. આરોપી તેના વતન ખાતે ભાગી ગયા બાદ ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાથી અલગ અલગ રાજ્યમાં ફરતો રહેતો હતો અને અંતે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તેની સામે નોંધાયેલા રામોલ પોલીસ સ્ટેશનના ગુનામાં રામોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
TAGGED:
જાણો સમગ્ર મામલો