- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
- 5 વર્ષથી કરિયાણાની દુકાનોના શટલ તોડી ચોરી કરતો
- અડધી કિંમતે માલસામાન વેચી પૈસા કમાતો
અમદાવાદ :શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે 6 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા પાંચ વર્ષથી કરિયાણાની દુકાનોના શટલ તોડી ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી શૈલેષ ઉર્ફે ટીનો ઠાકુર ખોડિયાર નગર, રતનપુર ગામ, ગાંધીનગરનો રહેવાસી છે.
આ પણ વાંચો : વિસનગરના દેણપમાં શાળામાં ચોરી, પોલીસે કરી ધરપકડ
દુકાનોના શટલ તોડી કરિયાણાના માલસામાનની ચોરી કરતો
આરોપી કરિયાણાની દુકાનોના શટલ તોડી કરિયાણાના માલસામાનની ચોરી કરતો હતો. અડધી કિંમતે માલસામાન વેચી પૈસા કમાતો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના 6થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યા છે.
આરોપીને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપી અમદાવાદ, ગાંધીનગર અને બીજા જિલ્લાઓમાં પણ ચોરીને અંજામ આપી ચુક્યો છે. જ્યારે આરોપી દુકાનના સટલ તોડીને ચોરી કરતો હતો અને કરિયાણાની જ ચોરી કરતો હતો. જ્યારે આરોપીને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો હતો.
આ પણ વાંચો : બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું
આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે તેમ
આરોપી પાસેથી પોલીસે મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે. ત્યારે આરોપી કેમ આવું કરતો અને અત્યારસુધી કેટલી ચોરીઓ કરી છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.