- 6 શહેરોમાં લોકડાઉન અંગેની ફેલાઈ હતી અફવા
- સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ કરતા એકની કરી ધરપકડ
- ડભોઇથી જાવેદ અહેમદ ખત્રીને પોલીસે ઝડપી પાડ્યો
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા 6 મોટા શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવશે તેવી અફવા ફેલાવનારા શખ્સને સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. અફવા ફેલાવનારા જાવેદ અહેમદ ખત્રીને ડભોઈથી પોલીસે ઝડપી પાડ્યો છે.
રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ કરી સ્પષ્ટતા
આ અંગે રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના 6 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર તથા ગાંધીનગરમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે, આ લોકડાઉન દરમિયાન માત્ર આપત્તકાલિન સેવા જ શરૂ રહેશે તથા શહેરમાં પ્રવેશ અને નિષેધ માટે જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવી જરૂરી રહેશે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે.
આ પણ વાંચોઃ લોકડાઉનની અફવાના કારણે લોકોની ભાગમભાગ, વતન જવા ધસારો