અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા રોડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા જુગાર કેસમાં 7 આરોપી ઝડપાયા હતા. તમામ આરોપીઓને વેજલપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા, ત્યારે ઝડપાયેલા મુખ્ય આરોપમાંથી મુખ્ય સૂત્રધાર અબ્દુલ કાદરનું રવિવાર સવારે પોલીસ લોકઅપમાં મોત નીપજ્યું છે. આરોપીનું બીમારીના કારણે મોત થયું હોવાનું હાલ સામે આવ્યું છે..
અમદાવાદના વેજલપુર પોલીસ લોકઅપમાં જુગારના આરોપીનું મોત - Vejalpur police
અમદાવાદના વેજલપુર પોલીસના લોકઅપમાં જુગારના આરોપીનું મોત થયું છે. શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઝડપાયા બાદ તેમને પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેમાના એક આરોપીનું આજે વહેલી સવારે મોત નિપજતા ચકચાર મચી હતી.

ahmedabad news
હજુ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવાના પણ બાકી હતા. આરોપીઓની અધિકૃત ધરપકડ કરવાની પણ બાકી હતી, તે અગાઉ જ મુખ્ય આરોપીનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. બાદમાં લોકઅપના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.