ગુજરાત

gujarat

ETV Bharat / state

માનસિક અસ્થિર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઝડપાયો - Gujarati News

અમદાવાદઃ સાબરમતી અચેર પાસે 27 વર્ષીય માનસિક અસ્થિર યુવતીને લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. યુવતી બીમાર હોવાનું માનીને પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા ત્યારે દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થયો હતો. રવિવારે રાત્રે સાબરમતી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી મોડી રાત્રે આરોપીને ઝડપી લીધો હતો.

માનસિક અસ્થિર યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર ઝડપાયો...

By

Published : Jun 25, 2019, 7:27 PM IST

ફ્રુટની લારી ચલાવતો રાજુ પ્રતાપ ભીલ સાબરમતી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આરોપી રાજુ અવારનવાર પ્રોવિઝન સ્ટોર પર આવનજાવન કરતા સંપર્કમાં આવ્યો હતો. માનસિક અસ્થિર સાધનાને લગ્નની લાલચ આપીને રાજુ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. તેની સાથે એક વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

માનસિક અસ્થિર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો

સાધનાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તપાસ કરીને સાધનાને 7 અઠવાડીયાનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવારજનો ચોંકી ગયા હતા. સાધનાએ આરોપી રાજુએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનું કહ્યું હતું. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details