અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં 2 દિવસ અગાઉ ફાયરિંગ અને હત્યાનો પ્રયાસ થયાનો ગુનો નોંધાયો હતો. જે મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી, ત્યારે ફરિયાદીએ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસમાં સામે ફરિયાદી તથા અન્ય 4 વ્યક્તિ પાસે 4 હથિયાર અને 26 કારતૂસ મળી આવ્યા હતા.
દાણીલીમડામાં બનેલી ફાયરિંગની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી, ત્યારે ફરિયાદ મુજબ હકીકતમાં આ પ્રકારનો કોઈ બનાવ બન્યો જ ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદીએ જાતે જ પોતાન પર ફાયરિંગ કર્યું હતું.