અમદાવાદ: અમદાવાદમાં એકલતાનો લાભ લઈ NRI મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને પોલીસે ધરપકડ કરી છે. NRI મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને આરોપી મિત્ર બન્યો અને પછી દુષ્કર્મ કરીને ધમકી આપી હતી. આ સમગ્ર મામલે બોડકડેવ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે જયેશ શુક્લા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ એક NRI મહિલાને રોકાણના બહાને વિશ્વાસમાં લીધી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ઝડપાયેલો આરોપી થલતેજમાં અન્સ સુપર માર્કેટ મોલનો માલિક હોવાનું સામે આવ્યું છે.
દુષ્કર્મની ફરિયાદ:ઘટનાની વિગતવાર વાત કરીએ તો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક NRI મહિલાએ જયેશ શુકલા વિરૂદ્વ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં 2021 માં બનેલી ઘટના અંગે ફરિયાદ કરવા મહિલાએ અનેક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા. તેમજ અનેક અરજીઓ કર્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં મહિલાએ જયેશ શુક્લા ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ તેજ: દુષ્કર્મની ઘટનાને લઈને એન ડિવિઝનના એસીપી એસ એન પટેલે જણાવ્યું હતું કે બોડકદેવ પોલીસ મથકે ફરિયાદી મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની વધુ તપાસ અને પૂછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.