અમદાવાદઃશહેરમાં ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસના નામે તોડ કરતા હોવાની ઘટના અવાર (Fake police in Ahmedabad )નવાર સામે આવે છે. ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચના(Crime Branch in Ahmedabad)નામે વેપારીનું અપહરણ કરી 3 લાખની માંગ કરી 20,000 પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડા પોલીસની કસ્ટડીમાં રહેલા 5 આરોપીએ ક્રાઇમ બ્રાંચના પોલીસ તરીકે પોતાની ઓળખ આપી ભાજીપાવનો વેપાર કરતા વેપારીનું અપહરણ (Kidnapping of trader in Ahmedabad)કરી તોડ કર્યો છે.
વેપારીનું અપહરણ કરી તોડ કર્યો -આરોપી રાજન પટેલ. પ્રદિપ પાટીલ. નરેન્દ્રસિંહ જાડેજા. મહિપાલસિંહ જોધા અને અમિત પટેલ છે. આરોપીએ મૂળ રાજસ્થાનના અને હાલ નરોડામાં રહેતા ઈન્દ્રલાલ જાટ નામના વેપારીનું 7 તારીખના રોજ રાત્રે બારેક વાગ્યાની આસપાસ અપહરણ કર્યુ હતુ. વેપાર માટે નાના બાળકો રાખો છો તેમ કહી પોલીસ કેસ ન કરવા માટે 3 લાખની માંગ કરી રૂપિયા 20,000 પડાવી લીધા હતા. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃFake Police Caught in Ahmedabad: નકલી પોલીસનો આતંક વધ્યો, યુવકનું અપહરણ કરીને લૂંટયો