પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, આ હત્યા લૂંટના ઈરાદાથી કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પોલીસે CCTV ચેક કર્યા જેમાં ત્રણ શંકાસ્પદ લોકો સામે આવ્યા છે. આ લોકોની તપાસ કરતા એક આરોપી મહમદ ઇર્ષાદ નામનો પકડવામાં આવ્યો છે અને અન્ય બે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.
વટવા રેલ્વે સ્ટેશન પાસે લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો - police
અમદાવાદઃ વટવા રેલવે સ્ટેશન પાસે 16 એપ્રિલના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહનું પોસમોર્ટમ કરતા હત્યાનો બનાવ સામે આવ્યો હતો. તેથી વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ હત્યામાં ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે.
લૂંટના ઇરાદે થયેલી હત્યાનો આરોપી ઝડપાયો
આ આરોપીઓ વટવા ફાટક બાજુમાં આવેલ અવારો રસ્તો છે, ત્યાં રાતના સમયે જે એકલ દોકલ લોકો જતા હોય તેમને લૂંટતા હતા. જો કોઈ પ્રતિકાર કરે તો તેની હત્યા પણ કરી દેતા હતા. પોલીસે હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.