લુણાવડા સ્થિત મહિસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગત 23 સપ્ટેમ્બરના રોજ ડેડિયાપાડાથી ભાજપના ધારાસભ્ય મોતી વસાવા અને અન્ય લોકો પર હૂમલા કરાવવાના કેસમાં સજા ફટકારી હતી. આ કેસમાં કુલ 14 આરોપીઓ પૈકી 11 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યો હતો. કોર્ટે બંને પિતા-પુત્ર વેચત અને ભુપેન્દ્રસિંહ ખાંટને દોષિત માનતાં 3 વર્ષ કેદની સજા ફટકારી હતી. કોર્ટે બંને આરોપીઓને અપીલ દાખલ કરવા માટે 60 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 2013માં પેટાચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન સરાસવા ચાર રસ્તા પાસે ભાજપના નેતા અને તેમના કાર્યકર્તાઓ પર આશરે 14 લોકો દ્વારા પાઈપ અને લાઠી વડે હૂમલો કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓની કારમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મુદે IPCની કલમ 323 અને 427 મુજબ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી.