અમદાવાદમાં રહેતી સૌમ્યા અને તેમની માતા શકુંતલાબેન પંડ્યા બંને આર્ટિસ્ટ છે અને પેન્ટિંગ બનાવે છે. તેઓએ શરૂઆતમાં કુદરતી અને હેરિટેજ વિષય પરથી કરી હતી. માં-દીકરી ખાસ 3D પેન્ટિંગ બનાવે છે. જે લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમના પેન્ટિંગ માંથી લોકોને સંદેશો પણ મળતો હોય છે. શરૂઆતમાં તેમણે કોર્પોરેશન સાથે મળીને કાંકરિયામાં 3D પેન્ટિંગ બનાવ્યું હતું. ત્યારબાદ ધીરે-ધીરે પેન્ટિંગની સાઇઝ પણ વધારી હતી.
માં-દીકરીની અનોખી કળા, રોડ પર બનાવેલી 3D પેઈન્ટિંગથી અકસ્માતમાં થયો ઘટાડો માં-દીકરીની કળા જોઈને ટ્રાન્સપોર્ટ કંપનીના ઓથોરિટીએ તેમની સાથે વાત કરી અને જણાવ્યું કે, હાઇવેની એક સ્કૂલ પાસે ત્રણ અકસ્માત સર્જાયા હતા, તે ખૂબ જ ગંભીર હતા. ઉપરાંત આ રસ્તો અકસ્માત સંભવિત માર્ગ છે. તો રસ્તા પર અકસ્માતમાં ઘટાડો થાય તેના માટે શું કરી શકાય? જેના માટે વિચારીને સૌમ્યા અને શકુંતલાબેને 3D પેન્ટિંગ બનાવવાનું વિચાર્યું હતું. ત્રણ મહિના અલગ-અલગ રિસર્ચ કરીને એક ડિઝાઈન તૈયાર કરવામાં આવી અને તેને અકસ્માત સંભવિત માર્ગ ઉપર તેનો પ્રયોગ કર્યો હતો. 3D પેઇન્ટિંગ બનાવવામાં સૌથી મોટું રિસ્કએ હતું કે, તેમની પાસે સમય ઓછો હોવાથી હાઇવે પર ટ્રાફિક જામ ન થાય અને વધુ અકસ્માત ન થાય.
ઘણી મહેનત બાદ સૌમ્યા અને શકુંતલાબેન આખરે રોડ ઉપર 3D પેઈન્ટિંગ બનાવી દીધી હતી. આ પેન્ટિંગની ડિઝાઇન એવી રાખવામાં આવી કે, દૂરથી આવતા વાહનચાલકને ખરેખરમાં આગળ અવરોધ છે તેમ દેખાયું જેના કારણે વાહનની ગતિ વાહનચાલક દ્વારા ઓછી કરવામાં આવે છે. જેનાથી અકસ્માત સંભવિત માર્ગ પર થતા અકસ્માતમાં ઘટાડો થયો હતો. એક તબક્કે તો સતત એક વર્ષ સુધી અકસ્માત સંભવિત માર્ગ પર એક પણ અકસ્માત સર્જાયો ન હતો.
સોમ્યા અને શકુંતલાબેનની કળાને વાહન વ્યવહાર અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી સુધી પહોંચી છે. નીતિન ગડકરીએ બંનેને દિલ્હી બોલાવ્યા અને તેઓનું સન્માન પણ કર્યું હતું. જ્યાર બાદ તેમને મથુરા હાઇવે પર પણ આવા 3D પેઈન્ટિંગ બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. મથુરા હાઇવે પર પણ તેમણે 3D પેન્ટિંગ બનાવ્યું હતું. જેનાથી વાહનોની સ્પીડમાં 1.6 ટકાથી 20ટકા સુધીનો ઘટાડો થયો હતો. સ્પીડ ઘટાડાના કારણે અકસ્માતમાં પણ ઘટાડો થયો હતો. WHOના જણાવ્યા અનુસાર 5 ટકા સુધી સ્પીડ ઘટે, તો 30 ટકા જેટલા અકસ્માત ઘટે છે.
સોમ્યા અને શકુંતલાબેન આ બંને માં-દીકરીની કળા જોઈને તેમને નેધરલેન્ડ ખાતે સ્પીચ આપવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમની ડિઝાઇનને જાપાનના રેલ્વે મ્યુઝિયમમાં પણ રાખવામાં આવી છે. યુએસમાં ડિઝાઇનના રાઈટસ મેળવીને એજ્યુકેશન માટે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પેઈન્ટિંગમાં તેમણે વિવિધ પેન્ટિંગ બનાવ્યા છે. જેમાં ખીચડી ઉપર પણ તેમણે પેઇન્ટિંગ બનાવી છે અને સેફટી વીકમાં પણ નાની-નાની અલગ-અલગ પેઈન્ટિંગ બનાવી છે. તેમને સો ફૂટ જેટલુ મોટું પેઇન્ટિંગ પણ બનાવેલું છે. ભવિષ્યમાં મોકો મળશે તો તેઓ પેઈન્ટિંગ બનાવશે.