ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-વડોદરા હાઈવે પર ગંભીર અકસ્માત, 5 લોકોના મોત - Etv Bharat

ખેડા: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે મહેમદાવાદ હદમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 શખ્સો ભરૂચથી આર્ટિકા કારમાં અમદાવાદ જઈ રહ્યાં હતાં. આગળ જતાં એક ટ્રેલરે પાછળથી અર્ટિકા કારને ટક્કર મારી હતી અને અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5ના મોત થયાં છે.

Etv Bharat

By

Published : Sep 30, 2019, 12:25 PM IST

Updated : Sep 30, 2019, 2:25 PM IST

આજે સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ તાલુકાના માંકવા ગામ પાસે આવેલ રિલાયન્સ હોટલથી નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાયવર સહીત કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. ઘટનાને પગલે મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને મહેમદાવાદ ખાતે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ-વડોદરા હાઈવે પર ગંભીર અકસ્માત

વિગતો મુજબ, સવારે એક્સપ્રેસ હાઇવે પરથી GJ06 HD4642 નંબરની અર્ટિકા કારમાં પાંચ વ્યક્તિ ભરૂચથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓવરટેક કરવા જતાં આગળ જઇ રહેલા GJ05 5656 નંબરના ટ્રેલરમાં પુરપાટ ઝડપે જઇ રહેલ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ-વડોદરા હાઈવે પર ગંભીર અકસ્માત
Last Updated : Sep 30, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details