શહેરના નારણપુરના જય મંગલ મુખ્ય રોડ પર સવારે સાત વાગ્યાના સુમારે ગણપત યુનિવર્સિટીની બસ રોડ પર ઉભી હતી. આ સમયે પૂર ઝડપે ઓલા કેબની કાર આવી હતી અને પાછળથી બસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 60 વર્ષીય વૃદ્ધા કાર અને બસની વચ્ચે આવી જતા જેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત - news of ahmedabad
અમદાવાદ: શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સોમવારની સવારે જ બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા છે. જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
![અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5387095-thumbnail-3x2-accident.jpg)
ahmedabad
અમદાવાદમાં અકસ્માતના બે બનાવ, 2ના મોત...
અકસ્માતમાં બસને નુકસાન થયું હતું. તેમજ કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે, મહિલા દૂધ લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અન્ય એક બનાવમાં જમાલપુર વિસ્તારમાં રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારી ટ્રકની અડફેટે આવતા મોત થયું હતું. જેમાં રાહદારીનું મોત થયું છે. મરનાર રાહદારી શ્રમિક હોવાનું પણ જાણવા મળ્યું છે. શહેરમાં વધતા જતા અકસ્માત એ ચિંતાનો વિષય છે. અકસ્માતમાં લોકોનો મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.