- ધંધૂકા બરવાળા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું
- ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અમદાવાદઃ ધંધૂકા હાઈવેના ખાનગી પેટ્રોલપંપ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ વ્યક્તિઓ સાળંગપુર હનુમાનજી મંદિર દર્શન કરી અમદાવાદ પરત આવી રહ્યા હતા. જોકે, અકસ્માત સર્જાતા 108 ઈમરજન્સીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને શરીરે ફ્રેક્ચર થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે ધંધૂકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.