- ટ્રક ચાલકે ગફલત ભર્યું વાહન હંકારી જતા સામેથી આવતી કારને મારી ટક્કર
- અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ફેદરા અને વટામણ 108 દ્વારા ધોળકાની જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડાયા
- વૃદ્ધો તેમજ ઇજાગ્રસ્તો ઈન્ડો મેન્ટસ ડિપાર્ટમેન્ટ, હૈદરાબાદના કર્મચારીઓ
અમદાવાદ : રવિવારની સવારે વટામણ પીપળી હાઇવેના મોટી બોરુ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત ઘટના અંગે ફેદરા વટામણ 108ને જાણ કરવામાં આવતા 108એ ઘટનાસ્થળથી 3 ઇજાગ્રસ્તોને ધોળકા ખાતે આવેલી જીવનદીપ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જેમાંથી બેની હાલત ગંભીર છે. જેે કારણે હોપ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનો ગુનો નોંધી પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
પોલીસે મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક તેમજ ઇજાગ્રસ્તો હૈદરાબાદ, તેલંગાણા રાજ્યના વતની છે. જે કારણે તેમના પરિવારજનો વિમાન મારફતે પ્રવાસ કરી તાત્કાલિક ધોળકા આવી રહ્યા છે. તેમના આવ્યા બાદ જ મૃતક તેમજ ઇજાગ્રસ્તોની સાચીઓળખ થઇ શકશે.