ગુજરાત

gujarat

ETV Bharat / state

દસ્તાવેજની સ્વીકાર્યતા અંતિમ સુનાવણી દરમિયાન થવી જોઈએ: ગુજરાત હાઈકોર્ટ - ડાયમંડ સ્કેનિંગ મશીન

અમદાવાદ: ઈઝરાયેલી કંપની ગાલાટી દ્વારા ડાયમંડ સ્કેનિંગ મશીનના પેટન્ટ રાઈટ મુદ્દે કોર્મિશયલ કોર્ટમાં સુરતની કેટલીક કંપનીઓ સામે દાખલ કરવામાં આવેલી રિટ સામે પક્ષકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા અરજીને ટાંકીને જસ્ટિસ એ.જે. દેસાઈએ અવલોકન કર્યું હતું કે, પુરાવવા તરીકે રજૂ કરાયેલા દસ્તાવેજોની સ્વીકાર્યતા સુનાવણીના અંતિમ તબક્કા દરમિયાન જ થવી જોઈએ.

file photo
file photo

By

Published : Dec 9, 2019, 11:48 PM IST

ઈઝરાયેલ સ્થિત ગાલાટી કંપનીએ પેટન્ટ રાઈટ મુદ્દે કોર્મશિયલ અરજીમાં દાખલ કરી હતી. આ કેસમાં પક્ષકાર તરીકે સુરતની કંપનીઓ દ્વારા બે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં પુરાવવા તરીકે રજૂ કરાયેલા દસ્તાવેજોને અંતિમ સુનાવણી પહેલા સ્વીકારવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. હાઈકોર્ટના સિંગલ જજે 19મી ફેબ્રુઆરીના ઓર્ડરમાં દસ્તાવેજી પુરાવવાની સ્વીકાર્યતા વહેલી તકે કરવાની ભલામણ કરી હતી.

પક્ષકાર તરફે દાખલ કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના વાંધા મુદ્દે કોઈ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી નથી. તેમના તરફે વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, જો દસ્તાવેજની સ્વીકાર્યરતા અંતિમ સુનાવણી દરમિયાન કરવામાં આવશે અને જો તેમના પુરાવવાને સ્વીકરવામાં નહીં આવે, ત્યારે તેઓ વધારાના પુરાવવા રજૂ કરી શકશે નહીં. અરજદાર તરફે દલીલ કરવામાં આવી હતી કે, પક્ષકારની દલીલ પ્રમાણેનું વલણ દાખવવામાં આવશે તો કેસની સુનાવણી ક્યારેય પતશે નહીં અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ઈઝરાયેલ સ્થિત ગાલાટી કંપનીએ સુરતની કેટલીક કંપનીઓ પર ડાયમંડ સ્કેનિંગ મશીનના પેટન્ટ રાઈટ મુદ્દે કોર્મશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સામે પક્ષકાર દ્વારા પુરાવવાની સ્વીકાર્યતા અંતિમ સુનાવણી પહેલા કરવામાં આવે તેવી દાદ બે અરજી દાખલ કરી હતી. જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details