અમદાવાદના:આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી જોધપુર ચોકીમાં 50 હજાર રૂપિયાની લાંચ લેતા એક પીએસઆઇને હાલમાં જ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ઝડપી પાડ્યા હતા. તેવામાં ફરી એકવાર ખાખી વર્દીને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ ફરિયાદી પાસેથી 25 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. અને તે આ 25,000 ની લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. આ મામલે ACB એ 37 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ સંદિપ લક્ષ્મણભાઇ ઉલવાને ઝડપી પાડ્યા છે.
Ahmedabad Crime: આનંદનગર બાદ ચાંદખેડામાં ACB ના દરોડા, 25000ની લાંચમાં ફસાયા PSI - ACB raid in Chandkheda
આનંદનગર બાદ ચાંદખેડામાં ACBએ રેડ પાડી હતી. તપાસ દરમિયાન 25 હજારની લાંચ લેતો કોન્સ્ટેબલ ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBનો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી 25 હજાર લાંચની રકમ પંચ રૂબરૂ સ્વીકારી પકડાઇ ગયો હતો.
ACBનો સંપર્ક કરી ફરીયાદ: ACB દ્વારા સત્તાવાર આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ આ કામના ફરીયાદીની વિરૂધ્ધમાં નેગોશીયેબલ ઇન્સ્ટુમેંટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી થઈ હતી. જેમાં ફરિયાદીએ આગોતરા જામીન મેળવ્યા હતા, જેમાં તેઓને મદદ કરવા અને ફરિયાદીના પત્ની વિરૂદ્ધમાં ધરપકડ વોરંટ નીકળ્યું હોય જેમાં ફરીયાદીના પત્નીને ન પકડવા પેટે ફરીયાદીના વકીલ સાથે વાત ચીત કરી ફરીયાદી પાસે રૂપિયા 25,000 ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBનો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી 25 હજાર લાંચની રકમ પંચ રૂબરૂ સ્વીકારી પકડાઇ ગયો હતો.
ધરપકડ કરવામાં આવી: ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મિસિલિયન્સ રૂમમાં ફરજ બજાવતા સંદીપ ઉલવા નામના પોલીસકર્મીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એસીબીએ તેની સામે લાંચ અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 25000 રૂપિયાની લાંચ જે તેણે ફરિયાદી પાસે માંગી હતી તેમાં અન્ય કોઈ ભાગીદાર હતો કે કેમ, તેમજ અત્યાર સુધીમાં આરોપીએ કેટલા લોકો પાસે લાંચની રકમ મેળવીને કેટલા રૂપિયાની મિલકત વસાવી છે તે તમામ દિશામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.