અમદાવાદઃદિલ્હીના CM અરવિંદ કેજરીવાલબે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે સવારે અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષાચાલક સાથે સંવાદ કર્યો હતો. તેમાં ગુજરાતમાં ભાજપની સરકાર પર લાયન્સ રાજનો આક્ષેપ કર્યો હતો. રીક્ષાચાલકોને આમ આદમી પાર્ટીને સાથ આપવા હાકલ કરી હતી. તેમને સંપૂર્ણ આઝાદી મળશે, તેવું વચન આપ્યું હતું. જોકે, આ માહોલ વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો હતો. સવારે અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષાચાલક સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ પાર્ટી પર કટાક્ષ કર્યો છે.
રીક્ષાચાલકને કેજરીવાલે કહ્યું, તારે ઓટો લઈને મને લેવા આવવું પડે
અમદાવાદઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમવારે સવારે અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષાચાલક સાથે સંવાદ કર્યો હતો. તેમાં ગુજરાતમાં ભાજપની સરકાર પર લાયન્સ રાજનો આક્ષેપ કર્યો હતો. રીક્ષાચાલકોને આમ આદમી પાર્ટીને સાથ આપવા હાકલ કરી હતી. તેમને સંપૂર્ણ આઝાદી મળશે, તેવું વચન આપ્યું હતું. જોકે, આ માહોલ વચ્ચે રાજકીય ગરમાવો આવી ગયો હતો.
ઓટો ચાલક સાથે ડીનરઃ રીક્ષાચાલકોને આમ આદમી પાર્ટીને સાથ આપવા હાકલ કરી હતી. તેમને સંપૂર્ણ આઝાદી મળશે, તેવું વચન ગુજરાતમાં આવેલા આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આપ્યું હતું. ઓટો રીક્ષાચાલક સાથેના સંવાદમાંએક ઓટો રીક્ષા ચાલકે જાહેરમાં તેમના ઘરે જમવા આવવાનું આંમત્રણ આપ્યું હતું. કેજરીવાલે તેને સ્વીકાર્યું હતું. કેજરીવાલે ત્યાં સુધી કહ્યું હતું કે મને હોટલ રીક્ષા લઈન લેવા આવવું પડશે. ત્યારે તે રીક્ષાચાલકે હા કહી હતી. સોમવારની સાંજે સાંજે 8 વાગ્યે અરવિંદ કેજરીવાલ રીક્ષાચાલકના ઘેર જમવા જશે. તાજ હોટલથી તે રીક્ષામાં બેસીને તેના ઘાટલોડિયા સ્થિત ઘરે જમવા જશે.