અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જીતવા માટેઆમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. અન્ય રાજકીય પક્ષોની પહેલા પાર્ટીએ મુખ્યપ્રધાન પદનો ચહેરા તરીકે નેતા ઈસુદાન ગઢવીનું નામ પણ (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) જાહેર કરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. તે અંગે ચર્ચા થઈ રહી હતી. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઈસુદાન ગઢવી દ્વારકાની જામખંભાળિયા બેઠક (Jam khambhalia assembly seat) પરથી ચૂંટણી લડશે. ત્યારે ચર્ચાનો અંત આવ્યો હતો.
સથવારાના મત મળે તેવી વ્યૂહરચના આપને જણાવી દઈએ કે, ખંભાળિયામાં (Jam khambhalia assembly seat) કુલ 3.02 લાખ મતદારો છે. આ પૈકી 52,000 મતદારો આહિર છે. જ્યારે 50,000 લઘુમતિ મતદારો, સથવારા 35,000, રાજપૂત 14,000 અને દલિત મતદારો 18,000 છે. ઈસુદાન ગઢવીને દ્વારકાથી ખંભાળિયા બેઠક (Jam khambhalia assembly seat) પર લડાવવા પાછળનું કારણ એ જ છે કે, દ્વારકામાં આપે સથવારા સમાજના ઉમેદવારે ટિકીટ આપી છે. તેમ જ કૉંગ્રેસ કે ભાજપે સથવારા સમાજને ટિકીટ નથી આપી. એટલે ખંભાળિયામાં સથવારાના મત ઈસુદાન ગઢવીને (AAP Gujarat CM Face Candidate Isudan Gadhvi) મળે અને તેમની સામે ભાજપ કૉંગ્રેસમાંથી બંને ઉમેદવાર આહીર છે. એટલે આહીરના મતોનું વિભાજન થઈ શકે છે.