જીતુ વાઘાણી મને હરાવવા સામ-દામ દંડભેદની નીતિ અપનાવીઃ રાજુ સોલંકી ભાવનગરઃગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જેમાં આ વખતે ગુજરાતમાં નવી આવેલી પાર્ટી આમ આદમી પાર્ટીને વધુ બેઠકો તો નથી મેળવી શકી. પરંતુ ગુજરાતમાં પાંચ સીટ મેળવવાની સાથે જ તે હવે નેશનલ પાર્ટી બની ગઈ છે. ગુજરાતમાં તેમણે પોતાનું ખાતું (Bhavnagar aam admi party) પણ ખોલાવી દીધું છે. આજે ચૂંટણી પછી આમ આદમી દ્વારા પ્રથમ (raju solanki bhavnagar) પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર વિધાનસભા (Bhavnagar Assembly Seat) બેઠક પરથી લડેલા રાજુભાઈ સોલંકી એ પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપ તરફથી જીતાયેલા જીતુભાઈ વાઘાણી(former education minister jitu vaghani) ની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.3
જીતુ વાઘાણી મને હરાવવા સામ-દામ દંડભેદની નીતિ અપનાવીઃ રાજુ સોલંકી આ પણ વાંચોઃપાલીતાણામાં વડાપ્રધાનની સભા બની ડાયરો, પૈસા ઉડયા અને ઝુમ્યા લોકો
શું બોલ્યા નેતાઃઆમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી એ મને હરાવવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા હતા. મને બદનામ કરવા માટે દરેક પ્રકારના તુક્કા પણ અપનાવ્યા હતા. તેમણે ચૂંટણીની અગાઉની રાત્રે ખૂબ જ મોટું ષડયંત્ર રચ્યું હતું. જીતુ વાઘાણી એ પોતે હારના ડરથી મને બદનામ કરવાની કોશિશ કરી હતી. ભાજપ દ્વારા મારા નામે જૂઠી પત્રિકા ફેલાવવામાં આવી હતી. જેમાં આ પત્રિકામાં હું જીતુ વાઘાણીને સમર્થન કરું છું અને એમને વિજય બનાવો એવી પ્રાર્થના કરવામાં આવી હતી. અને આવી ખોટી પત્રિકા બધે ફરવામાં આવી હતી.
પોલીસને જાણ કરાઈ હતીઃભાજપે આ ચૂંટણી જીતવા માટે થઈને સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. અમે આ બાબતે પોલીસમાં પણ જાણ કરી હતી. પરંતુ પોલીસનો અમને સહકાર મળ્યો નથી. છેલ્લીઘડી સુધી મારા નામની પત્રિકા વેચીને મને નુકસાન પહોંચાડ્યું છે. રાજુભાઈ સોલંકી જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબતે કલેકટર અને DYSPને પણ રજૂઆત કરાઈ છે. પરંતુ કોઈ કાર્યવાહી કરાવી નથી. તેથી આ ચૂંટણીનું કોઈ જ મહત્વ રહેતું નથી.
જીતુ વાઘાણી મને હરાવવા સામ-દામ દંડભેદની નીતિ અપનાવીઃ રાજુ સોલંકી આ પણ વાંચોઃભાવનગરમાં નેશનલ ગેઇમ્સની જનજાગૃતિ માટે પ્રયાસો, રમતગમત દ્વારા એકતાની ઉજવણી
ષડયંત્ર કરાયું છેઃષડયંત્ર કરીને જીતવામાં આવેલી આ ચૂંટણીમાં યોગ્ય જો કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. આમ આદમી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે અમે આ સમગ્ર મામલે તપાસ બાદ પેટા ચૂંટણી કરવાની માંગ કરીએ છીએ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળતા જ તે હવે નેશનલ પાર્ટી બની છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસને માત્ર 17 સીટ મળતા જ વિપક્ષમાં સ્થાન મળશે કે નહીં તે પણ શંકા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત માટે નવો વિકલ્પ સાબિત થઈ રહી છે.
"હું ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ઈલેક્શન લડ્યો, મારી સામે ભાજપના પૂર્વ શિક્ષણ પ્રધાન ભાઈ જીતુ ભાઈ વાઘાણી ઉમેદવાર તરીકે હતા. જ્યારથી મારૂ નામ જાહેર થયું, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી ભયભીત થઈ, ઘણા ષડયંત્ર રચી, મને હરાવવા- મને દબાવવા માટે, મારા કાર્યકર્તાઓને ધમકાવવા માટે, મારી પાર્ટીના લોકોને નુકસાન પહોંચાડવા માટે, મને બદનામ કરવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા છે. હથકંડા અજમાવ્યા. આ તમામ પ્રયાસમાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે."--રાજુ સોલંકી (નેતા, આમ આદમી પાર્ટી ભાવનગર)