ગાંધીનગરઃઈસુદાન ગઢવીએ એવું ટ્વિટ કર્યું છે કે, ભાજપની ચાલ લોકોને ખબર પડી ગઈ છે ! જનતા જાગી ગઈ છે અને હવે આ બધાને ગુજરાતમાંથી ભગાડશે ! જોકે, આ ટ્વિટમાં તેમણે એક મીડિયાનું પેજ શેર કરીને ટ્વિટ કરી છે. ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી હવે નજીક આવી રહી છે, થોડા જ સમયમાં ચૂંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે. આ પહેલા વળતો પ્રહાર અને આક્ષેપબાજીનોદોર નેતાઓ વચ્ચે સતત ચાલી રહ્યો છે.ભારતીય જનતા પાર્ટી (BJP Gujarat) પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ સાથે ગુપ્ત ડીલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઈટાલિયાનો પણ આરોપઃ કોંગ્રેસે ઉપરાંત AAPના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે અમદાવાદમાં AIMIMના કાર્યાલયમાં ભાજપના નેતાઓની મુલાકાત થઈ છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને પ્રહાર પણ કર્યા હતા. મનીષ સિસોદિયાએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. સાબિર કાબલીવાલાએ આપ્યો જવાબ આ અંગે સાબિર કાબલીવાલાએ ETV ભારત સાથે વાતચિત કરતા ટેલિફોન પર જણાવ્યું કે મારા મત વિસ્તાર દાણીલીમડામાં અંદાજે 732 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે.