અમદાવાદ :આગામી સમયમાં ગુજરાતની અંદર પેટા ચૂંટણીઓ આવી રહી છે. જેમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને પ્રમુખ પદે હટાવીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઈશુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવ્યા છે, ત્યારે ઈશુદાન ગઢવી આજે વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો.
હવે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલશેઆમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો તેનો વિધિવત રીતે મેં આજે ચાર્જ લીધો છે. ગુજરાતમાં એવી પણ વાત વહેતી થઈ હતી કે ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આમ આજની પાર્ટીને 41 લાખથી પણ વધુ મત આપ્યા છે. આજે ગુજરાતની જનતાનો વિશ્વાસ છે અને આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય આજે વિધાનસભામાં છે. પહેલી જ વખતની અંદર ગુજરાતના ઇતિહાસમાં આટલી બેઠક આવી નથી.
26 લોકસભા પર લડીશુંવધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણીઓ આવી રહી છે. જેના સંદર્ભમાં દરેક નગરપાલિકા અને જિલ્લા લેવલે પ્રભારીઓની નિમણુંક કરવામાં આવશે. લોકસભાની 26 બેઠક આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. 6 મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર અને જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટી લડશે. 52,000 બુથ સમિતિની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં ગામ સમિતિ અને શહેર સમિતિ પણ બનાવવામાં આવશે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં 95 જેટલા ઉમેદવારો સારી રીતે લડ્યા હતા. તેમને વિધાનસભા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવશે.