અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પહેલા આમ આદમી પાર્ટી ભારે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (President of Aam Aadmi Party) ગોપાલ ઈટાલીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચા જોવા મળી રહ્યો છે. પહેલા ગોપાલ ઈટાલીયા વડાપ્રધાન તેમજ મહિલા પર અપશબ્દો બોલવા પર મહિલા આયોગ દ્વારા પણ દિલ્હી ખાતે પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલોગોપાલ ઈટાલીયા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઉમરાળાના ધોળા ગામે (Dhola village of Umrala) ‘આપ’ના કાર્યકરો પર હુમલો થયો હતો. દિવાળીની શુભેચ્છાના પોસ્ટર લગાવતા હતા. તે સમયે પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર પર આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. તે સમયે સવારે ગોપાલ ઈટાલિયા હોસ્પિટલમાં દાખલ ‘આપ’ કાર્યકરોની ખબર જાણવા ગયા હતા.
ભાજપના નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ધરપકડત્યાંથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને આ ઘટનામાં રજૂઆત કરવા કાર્યકરો સાથે જઈને કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશને (Umrala Police Station Bhavnagar) પહોંચ્યા. ‘આપ’ કાર્યકરોના હુમલા બાબતે પોલીસ ફરીયાદ હજૂ સુધી નહી લેવાતા, ઉમરાળા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવાની રજુઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની ભાજપના નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ (Arrest of AAP Party Gopal Italia) કરવામાં આવી છે.