અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીપહેલા આમ આદમી પાર્ટીનુ સંગઠન દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. એકવાર ફરી વધુ 2100 જેટલા કાર્યકર્તાને નવી લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
AAP: સંગઠનની ચોથી યાદી જાહેર, 2100 કાર્યકર્તાને સોંપી મોટી જવાબાદારી - આમ આદમી પાર્ટી ગુજરાત સંગઠનનું ચોથું લિસ્ટ જાહેર
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સંગઠનનું ચોથું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં અલગ અલગ વિભાગની જવાબદારી સાથે 2100 જેટલા સંગઠનની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. Aam Aadmi Party organization became strong, gujarat vidhansabha election2022, upcoming gujrat election
દક્ષિણ ભારદ્વાજને DNT વિંગમાં પ્રેસિડન્ટ તરીકે નિમણુંક- આમ આદમી પાર્ટી સંગઠન ચોથા લિસ્ટમાં દક્ષિણ કુમાર ભરદ્વાજને DNT વિંગમાં પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જયારે અરવિંદ ગામીત ને કોર્પોરેટિવ વિંગમાં પ્રેસિડેન્ટ,ભાવેશ પટેલ ગુજરાત રાજ્ય ઇવેન્ટ ઇન્ચાર્જ, ધર્શી ભેરડીયા,હેમરાજ સોલંકી,સંજય ગડીયા ને રાજ્ય જોઈન્ટ સેક્રેટરી જવાબદારી સોંપવામાં આવી છે. રાજુભાઈ ચાવડા, અંકિતા ગોર, કાળુભાઇ ગઢવી,સંજય પટેલ મહેન્દ્ર જાદવ સહિત પાંચ લોકોને લોકસભાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ત્રીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે- વધુમાં ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પ્રથમ બે યાદી જાહેર કરવામાં આવી હતી.જેમાં કુલ 19 જેટલી વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.હવે આગામી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી પોતાની ત્રીજી યાદી જાહેર કરશે.