અમદાવાદરાજ્યમાં ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામ્યો છે. ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ફરી એક વાર ભાજપ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના લીગલ સેલના પ્રમુખે ભારતીય ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, ગુજરાતની ચૂંટણી પહેલા જે ભાજપે કોઈ પણ પ્રકારની પરીક્ષા લીધા વિના હોમગાર્ડ ડિસ્ટ્રીક કમાન્ડરની નિમણૂક કરી હતી. હવે તેમને બરતરફ કરવામાં આવે (demand for suspend home guard gujarat) અને સ્વતંત્રતા મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે.
ચૂંટણી પંચ સમક્ષ AAPએ દર્શાવ્યો વિરોધઆમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પ્રથમ વખત 182 વિધાનસભા બેઠક પર લડી રહી છે. આ પહેલા આમ આદમી પાર્ટી લીગલ સેલના પ્રમુખે ભારતીય ચૂંટણી પંચને જાણ કરી હતી કે, દર વર્ષે હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડરને ચૂંટણી વખતે બરતરફ કરવામાં (demand for suspend home guard gujarat) આવે છે, પરંતુ આ વખતે બરતરફ કરવામાં કેમ આવ્યા નથી.
ચૂંટણી પંચ સમક્ષ AAPએ દર્શાવ્યો વિરોધ હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડરને બરતરફ કરવાની માગAAPના લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં હોમગાર્ડના જે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર હોય છે. એમને બરતરફ કરવામાં આવતા નથી. અમારી પાસે જયસુખ પટેલ જે હોમગાર્ડના પદાધિકારી અમારી પાસે આવ્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે, અમે ભારતીય ચૂંટણી પંચને પહેલાથી જ રજૂઆત કરી હતી કે, 2017ની અંદર હોમગાર્ડના જે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ઓફિસર હતા. તે બધાને બરતરફ કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવે તેવી શક્યતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આચારસંહિતા (Code of Conduct in Gujarat) લાગે ત્યારે તાત્કાલિક ધોરણે તેમને બરતરફ કરી દેવામાં આવે છે. આજે ડિસ્ટ્રિક્ટ કમાન્ડર હોય છે. તેમને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતા હોય છે. આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી. તો આ વખતે પણ આચારસંહિતા લાગુ છતાં તેમને બરતરફ કરવામાં આવતા નથી. તેવા આક્ષેપો પણ ભાજપ પર કરવામાં આવ્યા હતા. જો તેમને બરતરફ (demand for suspend home guard gujarat) કરવામાં નહીં આવે તો આ હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડરને ભાજપ તરફથી ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવી શકે છે.
હોમગાર્ડ ડિસ્ટ્રીક્ટ કમાન્ડરને મતદાન કરવાની આઝાદી આપવામાં આવે તેવી માગવધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને રાજકોટના તમામ હોમગાર્ડનું મતદાન બેલેટ પેપરથી કરવામાં આવે છે. એ તમામ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ જ કરવામાં આવતું હોય છે. તેનું પરિણામ પણ કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ સામે આવ્યું હતું. આથી અમે ભારતીય ચૂંટણી પંચને કહીએ છીએ કે, 70,000 હોમગાર્ડોને પોતાની રીતે મત આપવાની આઝાદી આપવામાં આવે.