અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ફુલજોશની તૈયારીઓમાં જોવા મળી રહી છે ત્યારે અન્ય રાજકીય પાર્ટી હજુ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં અસંજતા દાખવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ( Gujarat Assembly Election 2022 )એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહે છે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર ( Aam Aadmi Party 7th list ) કરી છે.
આમ આદમી પાર્ટીની 7મી ઉમેદવાર યાદી જાહેર, કઇ બેઠકો સમાવી જૂઓ - આમ આદમી પાર્ટીની 7મી ઉમેદવાર યાદી જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) પહેલા આમ આદમી પાર્ટી પોતાના અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહી છે. ત્યારે આજે 13 ઉમેદવારોના નામ સાથે સાતમી યાદી ( Aam Aadmi Party 7th list ) જાહેર કરવામાં આવી છે. આ સાથે આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દેવાયાં છે.
13 ઉમેદવારની યાદી જાહેરઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ( Gopal Italia ) પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી ( Gujarat Assembly Election 2022 )હતી. કડી વિધાનસભા બેઠક પરથી એચ કે ડાભી, ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મુકેશ પટેલ, સૌરાષ્ટ્રની વઢવાણ બેઠક પરથી હિતેશ પટેલ, મોરબીની બેઠક પરથી પંકજ રાણસરિયા, જસદણ બેઠક પરથી તેજસ ગાજીપરા, જેતપુર બેઠક પરથી રોહિત ભુવા, કાલાવડ બેઠક પરથી જીગ્નેશ સોલંકી ઉમેદવાર ( Aam Aadmi Party 7th list )તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
માંડવી બેઠક પરથી મહિલા ઉમેદવાર જામનગર ગ્રામ્ય બેઠક પરથી પ્રકાશ ડોંગા, મહેમદાબાદ બેઠક પરથી પ્રમોદભાઈ ચૌહાણ, લુણાવાડા બેઠક પરથી નટવરસિંહ સોલંકી, સંખેડા બેઠક પરથી રાજન તડવી, માંડવી (બારડોલી) બેઠક પરથી શયનાબેન ગામીત,મહુવા (બારડોલી) બેઠક પરથી કુંજન પટેલને ઉમેદવાર ( Aam Aadmi Party 7th list )તરીકે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ( Gujarat Assembly Election 2022 )જાહેર કરવામાં આવ્યા છે.