ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટના અન્ય સેન્ટરો પર UPSC ની પરીક્ષાઓ યોજાઈ રહી છે. અમદાવાદના કુલ 87 પેટા કેન્દ્રો પર 27,244 ઉમેદવારો પરીક્ષા આપશે. સવારે 9.15 કલાકે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચી ગયા હતા. બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પ્રથમ પરીક્ષા 9.30 કલાકે શરૂ થશે જ્યારે બપોરે 2.30 કલાકે બીજી પરીક્ષા લેવાશે. અમદાવાદના કેન્દ્રો પર 54 દિવ્યાંગ ઉમેદવારો પણ પરીક્ષા આપશે.
આજે UPSC પ્રિલીમનરી પરીક્ષા આપવા પહોંચ્યા વિદ્યાર્થીઓ
અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે એટલે કે રવિલારના રોજ સિવિલ સર્વિસીસની પરીક્ષા યોજવામાં આવી રહી છે. ત્યારે રાજ્યભરમાં 40 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદના 87 કેન્દ્રો પર 27,244 ઉમેદવારો પરીક્ષા આપશે.
અમદાવાદ
ઉમેદવારો ઓરીજીનલ આઈડી કાર્ડ, આધારકાર્ડ, પરીક્ષા ફોર્મ સાથે હાજર રહ્યા હતા. પરીક્ષા ખંડમાં સાદી ઘડિયાળ સિવાય અન્ય ગેજેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચેકીંગ બાદ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા ને ધ્યાનમાં લઈ મોટી સંખ્યામાં પોલીસ જવાનો પરીક્ષા કેન્દ્રો પર ફરજ પર હાજર રહ્યા હતા.