ગુજરાત

gujarat

ETV Bharat / state

આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજીયાત નથી - Ahmedabad news

આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત અપાતી આર્થિક સહાય માટે આધાર કાર્ડ ફરજીયાત નથી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું છે કે, આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પાનકાર્ડ, રેશનકાર્ડ કે, આધાર કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો ચાલશે. તેના માટે આધાર કાર્ડ ફરજીયાત નથી.

Aadhar card is not mandatory as proof under Atma nirbhar Gujarat Yojana
આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પુરાવવા તરીકે આધાર કાર્ડ ફરજીયાત નથી

By

Published : Aug 20, 2020, 7:25 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દાખલ કરાયેલી જાહેરહિતની અરજીના સંદર્ભમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, ત્રણમાંથી કોઇપણ પુરાવો હશે તો તેને માન્ય રાખવામાં આવશે. સરકારી વકીલની વાતને માન્ય રાખતા કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.

આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજીયાત નથી
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાના વ્યવસાયકારો, દુકાનદારોને કોરોનાની સ્થિતિમાંથી બહાર આવવા માટે મદદરૂપ થાય તેના માટે આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે 31મી ઓગસ્ટ સુધી ફોર્મ જમા કરાવવો પડશે ત્યારપછી મળી શકશે નહિ.

ABOUT THE AUTHOR

...view details