અમદાવાદ: ન્યૂ મણિનગર વિસ્તારના આવેલા કર્ણાવતી રિવેરામાં રહેતી અને સિવિલ હોસ્પિટમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
અમદાવાદ સિવિલમાં નર્સ યુવતીએ કરી આત્મહત્યા, કારણ અકબંધ - Ahmedabad News
અમદાવાદમાં સિવિલ હોસ્પિટમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આત્મહત્યા કરી હતી. યુવતીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.
મૃતક શેફાલી મેકવાન નામની યુવતી ચાર વર્ષ પહેલાં સીટીએમ ખાતે રહેતા જેક્સન મેકવાન સાથે લગ્ન થયા હતાં. જો કે, લોકડાઉન હોવાથી 23મી મેના દિવસે તેના પિતાને ત્યાં રહેવા માટે આવી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી તે સતત માનસિક તનાવમાં રહેતી હતી અને સવારે 10 વાગે તે ફ્લેટના દસમા મળે આવેલા પેન્ટ હાઉસમાં મોબાઈલ લઈને વાત કરવા માટે ગઇ હતી.
થોડીવાર બાદ તેમના પરિવારજનોએ જોતાં શેફાલી બી બ્લોકના પાર્કિંગમાં લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી. જેથી 108ને જાણ કરતા ફરજ પર ના ડોકટરએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. જો કે, છેલ્લા બે દિવસથી તે માનસિક તણાવમાં રહેતી હોવાથી તેને આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવારજનોનું માનવું છે. જો કે, પોલીસે પણ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.