ગુજરાત

gujarat

ETV Bharat / state

તાંત્રિક વિધિ કરાવવા જતા અમદાવાદમાં યુવક લાખો રૂપિયામાં છેતરાયો - Tantric rituals

અમદાવાદના મકરબામાં રહેતા અને ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા એક વ્યક્તિને ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખની તાંત્રિક વિધિ કરાવી ભારે પડી હતી અને રૂપિયા 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે તેને છેતરપીંડી થયાનો એહસાસ થયો ત્યારે આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Fraud news
Fraud news

By

Published : Aug 28, 2021, 9:03 PM IST

  • તાંત્રિક વિધિ કરાવતા પહેલા ચેતજો
  • વ્યક્તિને ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખની તાંત્રિક વિધિ કરાવી પડી ભારે
  • છેતરપીંડી થયાનો અહેસાસ થતા આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદનો એક યુવક તાંત્રિક વિધિ કરાવવા જતા લાખો રૂપિયામાં છેતરાયો હોવાનું સામે આવ્યું છે. કેમેરા સામે પોતાની આપવીતી જણાવતો આ વ્યક્તિ છે અજય પટેલ. જે અમદાવાદના મકરબામાં રહે છે અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન ધરાવી વેપાર કરે છે. જોકે અજય પટેલને મહિલા મિત્ર પર તાંત્રિક વિધિ કરાવવાનું ભારે પડ્યું હતું અને 43.65 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. જે અંગે હાલ તો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ લોકો સામે ફરિયાદ થતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.

તાંત્રિક વિધિ કરાવવા જતા અમદાવાદમાં યુવક લાખો રૂપિયામાં છેતરાયો

યુવકને 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો

ફરિયાદી અજય પટેલને તેની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુઃખ થયું હતું. તેમજ ઘરમાં અન્ય સમસ્યાઓ દુર થાય માટે અજય તેના પરિચિત વ્યક્તિના માધ્યમથી ઘાટલોડિયામાં રહેતા અને તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી, તેમની પત્ની અને તેમના ગુરુજીનો સંપર્ક થયો. સંપર્ક થતા અજય પટેલને એમ કે તેની સમસ્યા દૂર થશે પણ એવું ન થયું અને તે ખુદ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. તેણે 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે મામલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર અને આરોપીઓ પરિચિતના થકી સંપર્કમાં આવ્યા હતા. જે બાદ વિધિ કરવાના નામે આરોપીઓએ ભોગ બનનારા પાસેથી અલગ અલગ રીતે નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. જેમાં 5 લાખ નેટ બેન્કિંગ અને બીજા નાણાં રોકડ રકમે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

તાંત્રિક વિધિ કરાવવા જતા અમદાવાદમાં યુવક લાખો રૂપિયામાં છેતરાયો

અગાઉ પણ આ પ્રકારના કિસ્સા બની ચુક્યા છે

હાલ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતની તમામ પાસાની અંગે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, શહેરમાં તાંત્રિક વિધિ દ્વારા છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આ પ્રકારના કિસ્સા શહેરમાં સામે આવી ચુક્યા છે. તેમજ લોકો પણ આ બાબતે અવગત છે. જોકે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ હજુ સામે આવી રહી છે. આ ઘટના આવા લોકો માટે લાલબત્તી સમાન છે કે જેઓ તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે એ લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જેથી ફરી કોઈ તાંત્રિક વિધિના નામે છેતરાય નહિ અને નાણાં ગુમાવાનો વારો આવે નહિ. હવે જોવાનું એ રહે છે કે, અજય પટેલ સાથેની ઘટનામાં પોલીસે આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપી પાડે છે.

ABOUT THE AUTHOR

...view details