અમદાવાદ: શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં ઘુસીને એક યુવકે સમગ્ર પોલીસ સ્ટેશન (Suicide attempt of police station youth)માથે લીધું હતું. શરીરે પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં ઘુસી અધિકારીના ચેમ્બર (Naroda police station)સાથે માથું પછાડી કાચ તોડી નાખનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપી યુવકે દીવાસળી ચાંપી સળગવાનો પ્રયાસ પણ કર્યો છે.
યુવકે માથા પછાડી તોડફોડ કરી - નરોડા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બે વર્ષ પહેલાં એક યુવકે માથા પછાડી તોડફોડ કરી હતી. તે જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. રવિવારે સાંજના સાત વાગ્યાનાં સુમારે નરોડા વિસ્તારમાં રહેતો પ્રકાશ રમેશ રાણા નામનો 39 વર્ષીય યુવક અચાનક પોલીસ મથકમાં ઘુસી (young man suicide attempt)આવ્યો હતો. તે સમયે ASI હિંમતસિંહ ત્યાં હાજર હતા ત્યારે અચાનક પોલીસકર્મીને જોઈને હું મારી જાતને બ્લેડો મારીશ તેમ કહીને પોલીસ સ્ટેશનની બહાર જતો રહ્યો હતો. એક કલાક બાદ ફરી પોલીસ સ્ટેશનમાં આવીને અગમ્ય કારણોસર પીઆઈની ઓફિસ બહારના દરવાજે પોતાનુ માથું અથડાવી દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચોઃTorture of land mafias : ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળી SP ઓફિસે કોણે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ?