જસ્ટિસ સોનિયા ગોકાણીનીએ ચુકાદામાં નોંધ્યું હતું કે આ સમગ્ર કેસ પૈસા ન ચુકવવામાં આવ્યો હોવાનું છે. એટલે કે દીવાની કેસ છે તેમ છતાં ફરિયાદી દ્વારા દરેક ક્રિમિનલ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ખોટી રીતે એટ્રોસીટીની કલમ લગાડવામાં આવી હોવાથી તેને રદ જાહેર કરવામાં આવે છે.
દાહોદ નગરપાલિકાના કોન્ટ્રાકટર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ હાઇકોર્ટે રદ કરી - GUJARATI NEWS
અમદાવાદઃ દાહોદ નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેન્ડર અંગે કોન્ટ્રાક્ટર સુનિલ શાંતિલાલ શાહ વિરુદ્ધ કર્મચારીઓને પૈસા ન ચુકવવા બાબતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાતા તેને રદ કરવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. જેમાં જસ્ટિસ સોનિયા ગોકણીએ કેસ દીવાની પ્રકારનો હોવા છતાં ક્રિમિનલ કેસ તરીકે દાખલ કરવામાં આવ્યો હોવાથી કોર્ટ બહાર નિવેડો અથવા લેબર કે દીવાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનો હુકમ આપ્યો હોવાની વિગતો સામે આવી છે.
હાઈકોર્ટે આ મુદ્દે બંને પાર્ટીઓને સાથે બેસી વિવાદનો હાલ કાઢવા આદેશ આપ્યો છે અને જો સુખદ નિવેડો ન આવે તો આ અંગે દીવાની અથવા લેબર કોર્ટમાં દાદ માંગવાનો હુકમ કર્યો છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, દાહોદ નગરપાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના કોન્ટ્રાક્ટર સુનીલ શાહ કામદારોને સમયસર પૈસા ન ચૂકવતાં ફરિયાદી સુપરવાઇઝર તેમની કાયદાનો દુરુપયોગ કરી પોલીસ ફરિયાદમાં એટ્રોસિટીની કલમનો ઉમેરો કર્યો હતો. જેને હાઈકોર્ટ દ્વારા આજે રદ કરી દેવામાં આવી છે અને કેસનો નિકાલ લાવવામાં આવ્યો છે.