ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધી આશ્રમ પાસેની જમીન ખાલી ન કરવા મુદ્દે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

અમદાવાદઃ વર્ષો પહેલાં મહાત્મા ગાંધીએ ગાંધી આશ્રમ પાસે આવેલી જગ્યા પર ચંપલ બનાવનાર ચમાર સમુદાયના લોકોને રહેવા માટે આપી હતી. વર્ષો બાદ ત્યાં રહેતા લોકોને ઘર ખાલી કરાવવા સામે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. જેની અગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટે સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો. જેને પડકારતી રિટ ચંપલ બનાવનાર કારીગરોના વંશજ દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે.

ગાંધી આશ્રમ પાસેની જમીન ખાલી ન કરવા મુદ્દે હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ

By

Published : Aug 20, 2019, 9:44 PM IST

અરજદાર દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટને અગાઉ જસ્ટીસ સોનિયા ગોકાણીએ સાંભળવાનો ઈન્કાર કરતા અરજી જસ્ટીસ જી.આર. ઉદ્ધવાની કોર્ટમાં મૂકવામાં આવી હતી. અગામી 28મી ઓગ્સ્ટના રોજ આ મામલે વધુ સુનાવણીની શક્યતા વ્યકત કરવામાં આવી છે. વર્ષ 1998માં સાબરમતી આશ્રમ ગૈશાળા ટ્રસ્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનનો કબ્જો મેળવવા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં રિટ દાખલ કરી હતી. જેમાં આશરે 21 વર્ષ બાદ ફેબ્રુઆરી 2019માં ચંપલ બનાવનાર કારીગરના વંશજો વિરૂધ ચુકાદો આવ્યો હતો. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે..

અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચંપલ બનાવનાર કારીગરના વંશજ વિવાદાસ્પદ જગ્યા પર ક્યારે રહેવા આવ્યા અને ગાંધીજી દ્વારા તેમને ક્યારે અહીં રહેવા જગ્યા ફાળવવામાં આવી હતી. એ મુદ્દે યોગ્ય ખુલાસો આપી શક્યા ન હતા. તેમણે કોઈ ભાડું ચુકવ્યું છે કે કે નહીં તે મુદ્દે પણ ખુલાસો કરી શક્યા ન હતાં.

ઉલ્લેખનીય છે કે, 1969માં ચંપલ બનાવવાનું કામ બંધ થઈ ગયું હતું અને વર્ષો બાદ 1997માં ટ્રસ્ટે જમીન ખાલી કરાવવા બાબતે પરિવારજનોને નોટિસ પાઠવી હતી. એટલું જ નહિ સાબરમતી ગૌશાળા ટ્રસ્ટે ત્યાં રહેતા લોકો પાસેથી મહિને 300 રૂપિયા પેટે વળતર મેળવવાની માગ કરી હતી. જો કે, આજ દિવસ સુધી ચુકવવામાં આવ્યું નથી. આમ, આ વિવાદાસ્પદ જમીનની સુનાવણી આગામી દિવસોમાં કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details