શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે 19મી જૂનના ઘરના બાથરૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમનો જીવ બચી ગયો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત - gujaratinews
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર કર્મીઓના આપઘાતના બનાવોમાં વધારો નોંધાયો છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
આ અંગે સ્યુસાઇડ નોટ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ક્યાં કારણોસર તેમણે આપઘાત કર્યો છે તે જાણવા માટે પણ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.