- ગાંધીનગરના શિવાંસ જેવી ઘટનાનું અમદાવાદમાં પુર્નાવર્તન
- અમદાવાદ માંથી માતા બે દીવસથી બાળકને મૂકી ફરાર થઇ
- સ્થાનિકોની સજાગતા, પોલીસે કાયદેસરની પ્રક્રિયા શરુ કરી
ગાંધીનગરઃ ગાંધીનગર(Gandhinagar)ના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન (Shivans incident in Gandhinagar) થયું છે. જેમાં ગાંધીનગરની ગૌશાળા (Gaushala of Gandhinagar) બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. જેમાં માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી લીધી છે ત્યારે સ્થાનિકોની સજાગતા અને પોલીસના(Vejalpur Police) પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી (Mizoram) હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.
પોતાના બાળકને છોડીને ફરાર થઈ રહી હતી માતા
ગાંધીનગરમાં તરછોડાયેલા ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવો જ ઘાટ સર્જાયો છે. જેમાં અમદાવાદના વેજલપુર(In Vejalpur, Ahmedabad)માં બાળક મૂકીને ફરાર(Running away leaving the baby)થઈ જવાની ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટ(Apartment)માં રહેતી મિઝોરમની મહિલા(Women of Mizoram) પોતાના બે દિવસના નવજાતને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી. મહિલા બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી, ત્યારે રહીશોએ તેને દોડતી પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી. આમ, સ્થાનિકોની સજાગતાને કારણે આખરે એક નવજાત બાળક રઝળતા બચી ગયુ છે. જોકે, બાળક તરછોડનાર મહિલા મિઝોરમની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.