ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: શરીરસુખ માણવા સક્ષમ છે તે સાબિત કરવાના ચક્કરમાં યુવકે મહિલાની કરી હત્યા - Ahmedabad News

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. સ્વપ્નિલ આર્કેડમાં સ્ત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી. જે મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

By

Published : Aug 6, 2023, 2:21 PM IST

ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલા સ્વપ્નિલ માર્કેટ નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં 19 જુલાઈ 2023ના રોજ સવારના સમયે એક સ્ત્રીની શિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે તપાસ કરતા અનિતાબેન વિનોદભાઈ વાઘેલા નામની 35 વર્ષીય મહિલાનું મોત થયું હોવાનું સામે આવતા નરોડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. શરૂઆતમાં દુષ્કર્મ અને હત્યાની ચર્ચા હતી જોકે પીએમ પ્રાયમરી રિપોર્ટમાં મૃતક સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું.

આરોપીની ધરપકડ: છેલ્લા ઘણા દિવસોથી આ ગુનામાં સામેલ આરોપીને પકડવા માટે નરોડા પોલીસની ટીમ અને અલગ અલગ એજન્સીઓ તપાસમાં માટે જોડાઈ હતી. તેવામાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ મલીકે આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ શકમંદોની તપાસ કરીને તે દરમિયાન ઘટના બની તે બિલ્ડિંગમાં ચા આપવા આવનાર અને રાત્રે દરમિયાન તેજ બિલ્ડીંગમાં રોકાનાર અરવિંદ વાઘેલા દ્વારા આ હત્યાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી હતી.

આરોપીએ હત્યાની કરી કબૂલાત: આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અરવિંદ વાઘેલાના સિમેન સેમ્પલ લેવડાવ્યા બાદ તે પોતે પોતાની પૂછપરછ ટાળતો હોય જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને પકડીને પૂછપરછ કરતા અંતે તેણે આ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હત્યા પાછળનું કારણ જાણવા માટે અરવિંદની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે માતા સાથે રોડની સાઈડમાં ચાની લારી ચલાવીને વેપાર કરે છે. રાત્રે દરમિયાન સ્વર્ગની માર્કેટમાં જ પોતાના મામાના દીકરા શૈલેષ દંતાણી કે જે વોચમેન તરીકે કામ કરતો હોવાથી તેની સાથે જ રોકાણ કરતો હોય હતો.

મિત્રોએ માર્યા ટોણા:ત્યાં દીક્ષિત ઉર્ફે દિપક શાહ નામનો રીક્ષા ડ્રાઇવર પણ અવારનવાર રાતે રોકાણ કરતો હોય આ ઉપરાંત બિલ્ડીંગના 601 નંબરના રૂમમાં રહેતા બિલ્ડરના મજુર ભરત ઠાકોર વગેરે સાથે મિત્રતા થઈ હતી. આરોપીને થોડાક સમય પહેલા જનેન્દ્રીના ભાગે ઇજા થઈ હોય જેના કારણે મિત્રો દ્વારા વારંવાર ટોણા મારીને કટાક્ષ કરી તે સ્ત્રીસુખ માણી શકે તેવો સક્ષમ નથી, તેવું કહેતા હોય આરોપીએ મનોમન કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે અને સાબિત કરશે કે તે સક્ષમ છે તેવું નક્કી કર્યું હતું.

મહિલા પાસે શરીર સુખની કરી માંગણી:અરવિંદ વાઘેલા રાત્રી દરમિયાનમાં પ્રથમ માળિયા અને બીજા માટે સૂતો હોય અને વહેલી સવારે ઊઠીને જાન્યુઆરી ચાલુ કર્યા બાદ દિવસ દરમિયાન ચા પાણી આપવા માટે બિલ્ડિંગમાં જતો હોય અનિતાબેન કે જે પોતાના નિત્યક્રમ અનુસાર સવારે સ્વપની માર્કેટમાં આવેલી 501 નંબરની ઓફિસમાં સફાઈ કામ માટે આવતા હોય તે જાણતો હતો અને થોડાક સમય પહેલાં જ બિલ્ડીંગમાં બીજા માળના હોલમાં પાણી ભરાઈ જવાના કારણે એલ્યુમિનિયમનો દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને તે સમયે દરવાજામાં રહેલ બે ચાવી પૈકી એક ચાવી પોતાના અંગત ઉપયોગ માટે રાખી લીધી હતી. તે ચાવીનો ઉપયોગ 18મી જુલાઈ 2023 ના રોજ અરવિંદ વાઘેલાએ કર્યો હતો. તે દિવસે બિલ્ડીંગમાં વીજળી પણ ન હોવાથી મૃતક સીડી મારફતે પાંચમાં માળે આવશે, ત્યારે કોઈપણ બહાના હેઠળ અંદર બોલાવી શરીર સંબંધ બાંધવા માટેની માંગણી કરશે અને તેવી તૈયારી સાથે રાહ જોઈ રહ્યો હતો.

લોખંડના રોડ વડે હત્યા:સવારના 8:30 વાગ્યે આસપાસ અનિતાબેન સીડી મારફતે માટે કામ માટે ગયા હતા, ત્યારે બીજા માટે પહોંચતા આરોપી અરવિંદ પહેલાથી ત્યાં હાજર હતો તેણે હોલની સફાઈ કરવાની છે, તે કામ જોઈ લેવાના બહાને અનિતાબેનને અંદર બોલાવી હોલનો દરવાજો અંદરથી લોક કરી અનિતાબેન પાસે સંબંધ બાંધવાની માંગણી કરી હતી. અનિતાબેને આ બાબતે સ્પષ્ટ ના પાડી પોતાને જવા દેવા કહી બૂમાબૂમ કરતા આરોપી અરવિંદે પોતાની પાસે રહેલ લોખંડના રોડ વડે અનિતાબેનને માતાના ભાગે ફટકો મારી દીધો હતો અને ત્યારબાદ નીચે પડી ગયેલ હોય અનિતા બંને ઢસડીને હોલની એક બાજુ સાઈડમાં લઈ જઈ મૃત્યુના પામે ત્યાં સુધી પાંચથી છ ફટકા મારીને મોત નીપજાવી હતી. રૂમનો દરવાજો ફરી લોક કરીને નાસી ગયો હતો. જે બાદ આ સમગ્ર બાબતે બીજા દિવસે મૃતદેહ મળતા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી હતી. જો કે અંતે આ મામલે આરોપીની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી દ્વારા પોતાના મિત્રો દ્વારા કરવામાં આવતા સતામણીના કારણે પોતાને સાબિત કરવા માટે દુષ્કર્મના ઇરાદે મૃતકને રૂમમાં બોલાવી તેની હત્યા નીપજાવી હતી. આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - ચૈતન્ય મંડલીક, DCP, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ

  1. Navsari News: પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, કાસળ કાઢવા રચ્યું હતું કાવતરું
  2. Ahmedabad News: બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદે રીતે ભારત લાવી પતિ અને દિયરે દેહ વ્યપારમાં ધકેલી, ઘરમાં અલગ-અલગ ગ્રાહકો પતિ સામે ગુજારતા દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details