અમદાવાદ: PCBને બાતમી મળી હતી કે, કોરેન્ટાઇમા રહેલી મહિલા બુટલેગર ઘરે રેડ કરી હતી. ત્યાથી 684 બોટલ વિદેશી દારૂ અને 120 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. કુલ 2,32,740 રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ મહિલા બૂટલેગરને કોરેન્ટાઇન કરવામાં આવી છે. જ્યારે અન્ય 2 આરોપી ફરાર થઈ ગયા છે. જેની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ: કોરેન્ટાઇનમાં રહેનારી મહિલા બુટલેગર કરતી હતી ઘરેથી દારૂની ધંધો
કોરોના વાઈરસના સંક્રમણમાં ઘણા લોકો આવ્યા છે, જેમાં કેટલાક આરોપીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, ત્યારે જૂહાપુરામાં રહેતી મહિલા બુટલેગર કોરન્ટાઇનમાં હતી, ત્યારે ઘરમાંથી જ દારૂની ધંધો કરતી હતી જેના ઘરમાંથી PCBએ રેડ કરી દારૂનો જથ્થો પકડી પાડયો છે.
કોરેન્ટાઇનમાં રહેનાર મહિલા બુટલેગર કરતી હતી દારૂનો ધંધો
હાલ તો મહિલા બુટલેગર નસીમ બાનુને કોરોના વાઈરસના કારણે અટકાયત કરી નથી. એટલે હવે તેનો કોરોના રિપોર્ટ નીકળવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. PCBને મહિલાના કોરેન્ટાઇન અંગે જાણ હોવા છતા જોખમ લઈને રેડ કરી હતી જેમાં સફળતા મળી છે.