•ભોજવા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
•મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
•પીએમ માટે વિરમગામ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા
વિરમગામ નજીક એક વાહને મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત - અમદાવાદ
વિરમગામ માંડલ હાઈવે પર ભોજવા ગામ નજીક એક મહિલા અજાણ્યા વાહનની અડફેટે આવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અમદાવાદઃ વિરમગામ માંડલ હાઈવે પર ભોજવા ગામ પાસે એક મહિલા અજાણ્યા વાહનની અડફેટે આવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
વિરમગામ અલીગઢમાં રહેતા માસુમાબેન ત્રિપદા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ સવારે માસ્ટ્રો પર જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 દ્વારા મૃત્યુ પામનારી મહિલાને પીએમ માટે વિરમગામ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.