- કોરોના મહામારીમાં માનસિક હતાશા એક નવો પડકાર
- હેલ્પલાઇન નંબર પર આવે છે રોજના 100 કોલ્સ
- અમદાવાદના યુવાનો કરે છે કાઉન્સેલિંગ
અમદાવાદ: રાજયમાં કોરોના મહામારીને લઇને લોકોમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં કેટલાક એવા લોકોના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે, જેમના પરિવારના લોકોનું કોરોનામાં મૃત્યુ થઇ જવાથી પોતે માનસિક રીતે પડી ભાંગ્યા હોય છે. નકારાત્મક, આપઘાતના વિચારો તેમના મનમાં ઘર કરી જાય છે. ત્યારે અમદાવાદનું એક ગૃપ માનસિક રીતે તણાવનો અનુભવ કરી રહેલા લોકોનું કાઉન્સેલિંગ કરી તેમને સારા વિચારો તરફ વાળે છે.
ટોક ઇટ આઉટ દ્વારા માનસિક હતાશ લોકોનું નિ:શુલ્ક કાઉન્સેલિંગ
લોકોમાં કોરોનાને લઇને હાલ મોતનો ભય ફેલાયેલો છે. લોકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે કપરી પરિસ્થિતિમાં લોકોને માનસિક રીતે મજબૂત કરવા, ડર કે ભય દૂર કરવા તેમજ કોરોના સામે લડવાની હિંમત આપવા અમદાવાદના 17 જેટલા યુવાનોએ પહેલ કરી હેલ્પલાઇન સુવિધા શરૂ કરી છે. જેમાં હાલ રોજના 100થી પણ વધારે કોલ આવી રહ્યા છે.