અમદાવાદના નવા 3 સહિત કુલ 9 વિસ્તાર રેડ ઝોન તરીકે જાહેર
અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે, તે જોતાં હવે અમદાવાદમાં સ્થિતિ વધુ વણસે તે પહેલાં તંત્રે વધુ કડક કાર્યવાહી હાથ ધરવી પડશે. આ માટે થઈને તંત્ર દ્વારા અમદાવાદના વધુ ત્રણ વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયાં છે. જે અંતર્ગત સરસપુર, ગોમતીપુર અને ખાડિયા વિસ્તારને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદઃ આપને જણાવી દઈએ કે, આ રેડ ઝોનમાં 3026 કુલ કેસ 30 એપ્રિલ સુધીમાં નોંધાયાં છે. જેથી હવે અમદાવાદના રેડ ઝોન વિસ્તારોમાં કામગીરી વધી ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે આ અંગે બેઠક યોજી હતી. જેમાં તમામ રાજ્યોની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કેન્દ્ર સરકારે રાજ્યોની સ્થિતિમાં જણાવ્યાં પ્રમાણે ગુજરાતમાં 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.