અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની વધતી અસર જોવા મળે છે. શનિવારે કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 212 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 212 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની વધતી અસર જોવા મળે છે. શનિવારે કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 212 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકામાં શનિવારે નવા 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા દસક્રોઈ તાલુકામાં આંકડો વધીને 83 પર પહોંચ્યો છે. જ્યારે ધોળકામાં કોરોનાના કુલ 77 પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 27 બાવળા-11 ધંધુકા 4, વિરમગામ 04, જિલ્લામાં કોરોનાથી 11 દર્દીઓના મોત નીપજ્યાં છે.
મોટા ભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 77 અને સાણંદમાં 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા.