ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News: જમાલપુરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંદેશો આપવા સુફી સંવાદ એકતા રેલી યોજાઈ - ભાજપ લઘુમતી સેલ

અમદાવાદના જમાલપુરમાં સુફી સંવાદ એકતા રેલી યોજાઈ હતી. ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રાષ્ટ્રીય એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

સુફી સંવાદ મહા અભિયાનનું આયોજન
સુફી સંવાદ મહા અભિયાનનું આયોજન

By

Published : Jun 28, 2023, 3:06 PM IST

સુફી સંવાદ મહા અભિયાનનું આયોજન

અમદાવાદ:ભાજપ લઘુમતી સેલ દ્વારા દેશભરમાં મુસ્લિમોને એકત્ર કરવા માટે સુફી સંવાદ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદના જમાલપુરમાં સુફી સંવાદ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ધર્મના લોકોએ ભાગ લીધો હતો. અમદાવાદના જમાલપુરથી ખમાસા સુધી રાષ્ટ્રીય એકતા ભાઈચારા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

ભાઈચારાને પ્રોત્સાહન: આ રેલીમાં ભાગ લેનાર મૌલાના હિદાયતુલ્લાએ જણાવ્યું હતું કે અમે સૂફી સંવાદ એકતા રેલી દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતા માટે એકઠા થયા છીએ અને આ રેલી ભાજપના નેતા રઉફ બંગાળી વતી કાઢી છે. ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાષ્ટ્રીય એકતાનું વાતાવરણ: આ પ્રસંગે જમાલપુર ખોડિયાર મંદિરના મહારાજ પરશુરામ ચૌહાણે જણાવ્યું હતું કે આજની આ રેલીમાં રાષ્ટ્રીય એકતાનું સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ રેલી ખૂબ જ સરસ રીતે કાઢવામાં આવી હતી. બધું ભૂલીને રાષ્ટ્રીય એકતા સાથે જીવવું યોગ્ય છે.

" જો તમામ લોકો એકસાથે આ રીતે ચાલશે તો આપણો દેશ ઘણો પ્રગતિ કરશે અને આગળ વધશે અને આજે આ રેલીને રાષ્ટ્રીય એકતાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી હતી. " - સંજીવ, ખ્રિસ્તી ધર્મગુરુ

" દરેક મનુષ્ય એક છે, આપણે બધા મનુષ્ય છીએ, આપણી કોઈ જાતિ નથી, અમારો કોઈ ધર્મ નથી, આપણે બધા ભાઈ-બહેન છીએ. રાજકીય નેતાઓ થોડા મત માટે આપણામાં ભાગલા પાડી દે છે, પરંતુ આપણે વિભાજિત થઈશું નહીં, આપણે બધા એક છીએ. " શીખ સમાજના સરદારજી

  1. Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે
  2. Communal Harmony in Dalwana : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં મંદિરમાં રોઝા ખોલાવી કોમી એકતા દર્શાવી

ABOUT THE AUTHOR

...view details