અમદાવાદઃ સરદારનગરમાં 44 વર્ષીય વ્યક્તિ તેની બે બાળકી અને પત્ની સાથે રહે છે. આ વ્યક્તિને સમાજના લોકોએ કહ્યું કે, તેમની દિકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી વ્યક્તિએ તેમની દિકરીને આ અંગે પૂછપરછ કરી હતી.
અમદાવાદમાં સગીરા સાથે વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું, વીડિયો કર્યો વાયરલ - શારીરિક સંબંધ
મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સરદારનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેના વિદ્યાર્થી મિત્ર સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંનેએ શારીરિક સંબંધ બાધ્યો હતો. જેનો વીડિયો તેના પ્રેમી વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો. જે બાદ સગીરાનો આ વીડિયો તેના મિત્રોને પણ મોકલ્યો હતો. આ વીડિઓ વાયરલ થયાની જાણ સગીરાના પિતાને થતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પૂછપરછ દરમિયાન દિકરીએ જણાવ્યું કે, આ વિદ્યાર્થી તેની સાથે સ્કૂલમાં ભણે છે. તેની સાથે સાથે મિત્રતા થઈ હતી, તે બાદ વિદ્યાર્થીએ સગીરા સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે વિદ્યાર્થીના મિત્રો પણ સગીરાનો પીછો કરતા અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા હતા. સગીરાએ આ વાતને ન માનતા મિત્રો ભેગા મળી તેને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા હતા.
આ મામલે સગીરાના સમાજના લોકોએ વીડિયો વાયરલ હોવાની સગીરાના પરિવારને જાણ કરી હતી. જેથી સગીરાના પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.