અમદાવાદઃ પોલીસ કમીશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે જે 13 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. જો કોઇ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે જાહેર સ્થળો કે જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ સાઇકલ, મોટર સાઇકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે.
આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશ્નરે જાહેરનામું બહાર પાડ્યું અમદાવાદ શહેરમાં આવેલ પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ આ પ્રકારના વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે તકેદારી રાખવામાં આવી રહી છે.
આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશ્નરે જાહેરનામું બહાર પાડ્યું સાયકલ કે સ્કુટરની ખરીદી માટે આવનાર ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે સાયકલના વેપારી કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા જેવા કે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા પુરાવા મેળવીને તેની ખરાઇ કરીને સાયકલનું વેચાણ કરે.
આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશ્નરે જાહેરનામું બહાર પાડ્યું સાયકલ વેચનાર વેપારી બિલમાં સાયકલનો ચેચીસ નંબર, ગ્રાહકનું પુરૂ નામ-સરનામું અને ટેલિફોન નંબર સાથેની વિગત બિલમાં દર્શાવવી અને આ અંગે સ્કુટર કે સાયકલ વેચાણ કરવા અથવા બેટરીથી ચાલતા સ્કુટર કે જેમાં આર.ટી.ઓ.નો પાર્સીંગ નંબર લેવાનો રહેતો નથી, તેવા વાહનો વેચનારાઓ પર જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે થોડા નિયમનો અમલમાં મુકવા જરૂરી જણાય છે.
આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશ્નરે જાહેરનામું બહાર પાડ્યું